Last rites of Lord Mahavir jointly done by Dev's & human's by broken Heart & initiation of Deepawali Parv ~ દેવો અને માનવોએ ખિન્નહૃદયે કરેલો અગ્નિસંસ્કાર અને દિવાલી પર્વનો પ્રારંભ
At
time of Liberation of Lord, Kings of 18 places were present & as
attainment of Liberation of Lord marked dawn of Light of Knowledge from
World, Dipak's were lighted up to glow up the place.
From that time lighting of Dipak was done on Liberation day of Lord
& festival was initially named as Dipotsavi which got famous as
Deepavali too all across. All Indra dev's reached Apapapuri (now known
as Pawapuri) to celebrate MOKSH KALYANAK of Lord Mahavir. To perform
final rites, Dev's prepared everything & Lord's body was bathed from
holy water. Finally as the procession started towards the place for
last rites, everyone were in tears & full of sad feeling. Shibika in
which Lord was kept seated was carried by Dev's & reached to final
destination with lacs & lacs of people f
ollowing
it. Final rites were done by Dev's & after final rites Asthi's were
taken off by Dev's. Before attaining NIRVAAN, Lord had handed over
discipline of entire chaturvidh sangh & all sadhu sadhvi bhagvant's
to SUDHARMA
SWAMI.
Crores & crores of bowing's to our LORD MAHAVIR.
નિર્વાણસમયે
કાશી-કોશલના ૧૮ ગણતંત્ર રાજાઓ ઉપસ્થિત હતાં. તેમણે ભાવ-(જ્ઞાન-) પ્રકાશ
અસ્ત થતાં, દ્રવ્ય પ્રકાશ કરવા સર્વત્ર દીવાઓ-દીપમાલિકાઓ પ્રગટાવ્યા.
ત્યારથી આ દિવસ દીપોત્સવી તરીકે પ્રસિદ્ધિને પામ્યો અને ટૂંક સમયમાં
દેશભરમાં દિવાળીપર્વ તરીકે મશહૂર બન્યો. ઇન્દ્રાદિક દેવો જ્ઞાનથી નિર્વાણ
જાણીને પાંચમું કલ્યાણક ઊજવવા પાવાપુરી આવી પહોંચ્યા. અંત્યેષ્ટિ કર્મ
કરવા શક્રે જુદા જુદા દેવો દ્વારા શીઘ્ર ગોશીર્ષ ચંદનાદિકનાં કાષ્ઠો આદિ
સામગ્રી મંગાવી ચિતા તૈયાર કરાવી, પછી આભિયોગિક દેવો પાસે ક્ષીરસમુદ્રનાં
જલ મંગાવી અનંત ઉપકારી ભગવાનના અતિ પવિત્ર નિર્જીવ શરીરને સ્નાન કરાવ્યું.
હરિચંદનથી લેપ કર્યો. રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. મુગટ આદિ સુવર્ણ રત્નોના
અલંકારો
પહેરાવ્યાં. પછી ભગવાનના દેહને દેવનિર્મિત ભવ્ય શિબિકામાં પધરાવ્યો. આ
નિર્વાણયાત્રામાં અસંખ્ય દેવો અને લાખો પ્રજાજનો સામેલ થયા. સૌનાં નેત્રો
અશ્રુથી પૂર્ણ હતાં. સૌના ચહેરા દુઃખ-શોકથી મ્લાન હતાં. દેવોએ શિબિકા
ઉપાડી. વાજતે ગાજતે જયનાદોની પ્રચંડ ઘોષણા સાથે નિર્વાણયાત્રા ચિતાસ્થાને
આવી. ચિતા ઉપર શિબિકા પધરાવી અને સ્તુતિ-પ્રાર્થનાઓ કરી. દેવોએ અગ્નિ
પ્રગટાવ્યો અને ઘી
વગેરેથી સિંચન કર્યું. દેહ-પુદ્ગલ નષ્ટ થતાં સુગંધી જલથી ચિતા ઠારી. આ
પ્રમાણે નિર્વાણમહોત્સવ પૂર્ણ કરી ભગવાનની દાઢાઓ અને અન્ય અસ્થિઓને દેવો
દેવલોકમાં લઈ ગયા. અગ્નિસંસ્કારના સ્થાને ભવ્ય સ્તૂપની સ્થાપના કરવામાં
આવી. એ પહેલાં ભગવાને પોતાનો કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની,
વાદી, મહાતપસ્વી, અદ્ભુત વિદ્યા-સિદ્ધો વગેરેથી અલંકૃત લાખો
સાધુ-સાધ્વીજીઓનો તથા લાખો
કરોડો શ્રાવક-શ્રાવિકા-(પુરુષ-સ્ત્રી) ઓનો સંઘ, પાંચમાં શિષ્ય ગણધર શ્રીસુધર્માસ્વામીજીને સોંપ્યો.
શ્રમણ ભગવાન મહાવીરને અંતરનાં કોટાનુકોટિ વંદન!
Crores & crores of bowing's to our LORD MAHAVIR.
નિર્વાણસમયે કાશી-કોશલના ૧૮ ગણતંત્ર રાજાઓ ઉપસ્થિત હતાં. તેમણે ભાવ-(જ્ઞાન-) પ્રકાશ અસ્ત થતાં, દ્રવ્ય પ્રકાશ કરવા સર્વત્ર દીવાઓ-દીપમાલિકાઓ પ્રગટાવ્યા. ત્યારથી આ દિવસ દીપોત્સવી તરીકે પ્રસિદ્ધિને પામ્યો અને ટૂંક સમયમાં દેશભરમાં દિવાળીપર્વ તરીકે મશહૂર બન્યો. ઇન્દ્રાદિક દેવો જ્ઞાનથી નિર્વાણ જાણીને પાંચમું કલ્યાણક ઊજવવા પાવાપુરી આવી પહોંચ્યા. અંત્યેષ્ટિ કર્મ કરવા શક્રે જુદા જુદા દેવો દ્વારા શીઘ્ર ગોશીર્ષ ચંદનાદિકનાં કાષ્ઠો આદિ સામગ્રી મંગાવી ચિતા તૈયાર કરાવી, પછી આભિયોગિક દેવો પાસે ક્ષીરસમુદ્રનાં જલ મંગાવી અનંત ઉપકારી ભગવાનના અતિ પવિત્ર નિર્જીવ શરીરને સ્નાન કરાવ્યું. હરિચંદનથી લેપ કર્યો. રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. મુગટ આદિ સુવર્ણ રત્નોના અલંકારો પહેરાવ્યાં. પછી ભગવાનના દેહને દેવનિર્મિત ભવ્ય શિબિકામાં પધરાવ્યો. આ નિર્વાણયાત્રામાં અસંખ્ય દેવો અને લાખો પ્રજાજનો સામેલ થયા. સૌનાં નેત્રો અશ્રુથી પૂર્ણ હતાં. સૌના ચહેરા દુઃખ-શોકથી મ્લાન હતાં. દેવોએ શિબિકા ઉપાડી. વાજતે ગાજતે જયનાદોની પ્રચંડ ઘોષણા સાથે નિર્વાણયાત્રા ચિતાસ્થાને આવી. ચિતા ઉપર શિબિકા પધરાવી અને સ્તુતિ-પ્રાર્થનાઓ કરી. દેવોએ અગ્નિ પ્રગટાવ્યો અને ઘી વગેરેથી સિંચન કર્યું. દેહ-પુદ્ગલ નષ્ટ થતાં સુગંધી જલથી ચિતા ઠારી. આ પ્રમાણે નિર્વાણમહોત્સવ પૂર્ણ કરી ભગવાનની દાઢાઓ અને અન્ય અસ્થિઓને દેવો દેવલોકમાં લઈ ગયા. અગ્નિસંસ્કારના સ્થાને ભવ્ય સ્તૂપની સ્થાપના કરવામાં આવી. એ પહેલાં ભગવાને પોતાનો કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, વાદી, મહાતપસ્વી, અદ્ભુત વિદ્યા-સિદ્ધો વગેરેથી અલંકૃત લાખો સાધુ-સાધ્વીજીઓનો તથા લાખો કરોડો શ્રાવક-શ્રાવિકા-(પુરુષ-સ્ત્રી)
શ્રમણ ભગવાન મહાવીરને અંતરનાં કોટાનુકોટિ વંદન!
@inesh shah
No comments:
Post a Comment
Thank you for your comments