Saturday, 4 January 2014

પૂજ્ય ગુરુભગવંતોને વહોરાવવાની વિધિ

પૂજ્ય ગુરુભગવંતોને વહોરાવવાની વિધિ એવું કહેવાય છે કે ભાવ પૂર્વક ગોચરી વહોરાવવાથી આરાધનાનો છઠ્ઠો ભાગ મળે છે.

નયસાર - ધન્ના સાર્થવાહl સુપાત્ર દાનથી જ સમ્યક્ત્વ પામ્યા હતા. દાન શ્રદ્ધાપૂર્વક, દાનની મહત્તા સમજીને,સ્વાર્થવ ૃત્તિ વગર આપવું. એથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય અને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. 

ગોચરીના સમયે શ્રાવકના ઘર ખુલ્લા હોય, શ્રાવક વાટ જોતો હોય. કારણ સાધુ બેલ વગાડી નાં શકે, અને ઘર બતાવવા નોકર કે પુજારી નહિ ખુદ શ્રાવકોએ જવું જોઈએ.

'ધર્મલાભ' સંભળાય ત્યારે ઉભા થઈને વિનયપૂર્વક "પધારો...પધારો" બોલવું. પાટલા ઉપર થાળી મૂકી તેમાં મહરાજ સાહેબનું પાત્ર મુકાવવું.

ઘરના તમામ સભ્યોએ લાભ લેવો. સંસ્કાર પડે માટે નાના છોકરાઓ પણ વહોરાવે. મહરાજ સાહેબ પધારે ત્યારે લાઈટ-પંખો-ટી.વી.-ગેસ-રેડિયો બંધ-ચાલુ ના કરાય. 

ગોચરીના સમયે ટી.વી.- રેડિયો અવશ્ય બંધ રાખવા જોઈએ. કાચા પાણીથી હાથ ધોવા નહિ. નવા વાસણ-ચમચા બગાડવા નહિ. ઢોળાય નહિ તે રીતે વહોરાવવું.

મેનુની જેમ બોલીએ તો મહરાજ સાહેબને માંગીને વહોરવું પડે, માટે વિનંતી કરીને વહોરાવતા જવું.


ચંપલ પહેરીને વહોરાવવું અવિનય છે.


કેળું અડધું જ વહોરાવવું. છાલ પૂરી ઉતારવી નહિ. રસોઈ બનાવતા પહેલા મહરાજ સાહેબને યાદ કરવા નહિ અને બનાવ્યાપછી ભૂલવા નહિ.

સ્પે. આધાકર્મી ગોચરી - મહરાજ સાહેબને ઉદ્દેશીને નિષ્કારણ બનાવવી નહિ. રસોઈ બનાવતી વખતે મહરાજ સાહેબને નજરમાં રાખીને વધુ ના બનાવાય. 


શાકભાજી, ફ્રુટ વગેરે વનસ્પતિ, કાચું પાણી, અગ્નિ વગેરેને અડીને વહોરાવાય નહિ. ગરમ દૂધ વગેરે ફુંક મારીને વહોરાવાય નહિ

@inesh shah




If you like this post, select like at the bottom.
If you agree or do not agree - comment your opinion

No comments:

Post a Comment

Thank you for your comments

Upcoming Events

Vaishakh Sud - 6 (16-May-2013) Palitana - Matajini Pun: Pratishtha Din - Havan

Read before you scroll down

Before criticizing a person, walk a mile in his shoes

Followers