Monday, 24 December 2012

મૌન એકાદશી

મૌન એકાદશી પર સુવ્રતશેઠ ની કથા......

ચૌમાંસી ચૌદશ વીત્યા પછી માગસર - સુદ અગિયારસ ને દિવસે મૌન એકાદશી નું પર્વ આવે છે,આ દિવસે ત્રણ ચોવીસી ના તીર્થંકરો ના ૧૫૦(દોઢસો) કલ્યાણકો થયાં છે.તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે આ દિવસે ઉપવાસ કરનાર ને ૧૫૦ ઉપવાસ નું ફળ મળે છે. આવા ઉત્તમ ફળને આપનાર આ પર્વ ની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ.

 

એક વાર બવીશમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં પધાર્યા.તે વખતે કૃષ્ણમહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠા.પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી.દેશના ને અંતે કૃષ્ણ મહારાજે પૂછ્યું કે હે ભગવાન ! વર્ષના ૩૬૦ દિવસમાં એવો કયો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ વ્રતાદિ તપ ઘણું ફળ આપે છે ? જવાબ માં પ્રભુએ જણાવ્યુકે હે કૃષ્ણ ! માગસર સુદ- એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે કારણકે તે દિવસે ત્રણ ચોવીસીના તીર્થંકરોના ૧૫૦ કલ્યાણકો આવે છે.તે આ પ્રમાણે છે પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રો માંથી પાંચ પાંચ કલ્યાણકો એટલેપચાસ થયા.આ રીતે વર્તમાન ચોવીસી ૫૦ અને અતીત (ગઈ) ચોવીસી ના ૫૦ અને અનાગત (આવતી) ચોવીસીના ૫૦ એમ મળી કુલ દોઢસો કલ્યાણકો આ દિવસે થયા છે.માટે આ તિથીએ ઉપવાસ કરવાથી પણ દોઢસો ઉપવાસનું ફળ મળે છે.પરંતુ આ તપની વિધિપૂર્વક જેઓ આરાધના કરે છે તેમના ફળનું કહેવુજ શુ ? આ તપ અગિયાર વર્ષે પૂરો થાય છે.આ દિવસે મુખ્યતા એ મૌન જાળવવાનું હોવાથી મૌન એકાદશી કહેવાય છે.

કૃષ્ણ મહારાજે ફરીથી પૂછ્યું કે,હે ભગવંત ! પૂર્વે કોઈ ભાગ્યશાળી જીવે આ પર્વની આરાધના કારી છે ? તેમજ આરાધના કરવાથી તેને શુ ફળ મળ્યું ? તે કૃપા કરી જણાવો.ત્યારે ભગવંતે આ પર્વની આરાધના કરનાર સુવ્રત શેઠની કથા કહી,તેનો સાર આ પ્રમાણે છે.વિજયપુર નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય કરતો હતો,તેને ચંદ્રાવતી નામે રાણી હતી.તે નગરમાં સૂર નામે મોટો વેપારી રહેતો હતો.તે ઘણો ધનવાન તથા દેવ-ગુરુનો પરમ ભક્ત હતો.તે શેઠે એકવાર ગુરુને પૂછ્યું કે મારાથી રોજ ધર્મ થઇ શકતો નથી માટે મને એવો એક દિવસ કહો કે જે દિવસે કરેલો ધર્મ ઘણાં ફળવાળો થાય.તે વખતે ગુરુએ તેને મૌન એકાદશીનો મહિમા કહ્યો.તે દિવસે ચૌવિહાર ઉપવાસ,આઠ પહોરનો પૌષધ કરવો વગેરે વિધિ જણાવી .શેઠે આદર પૂર્વક તે તપ શરુ કર્યો અને વિધિપૂર્વક તે તપની આરાધના કરી.આયુષ્ય પૂર્ણ થયે શેઠ આરણ નામના અગિયારમાં દેવ લોકમાં દેવ થયાં.

ત્યાં દેવતાઈ સુખો ભોગવી ને આયુષ્ય પૂર્ણ થયે જંબુદ્વીપ ના ભરત ક્ષેત્રમાં સૌરીપૂરી નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રીતિમતી શેઠાણી ની કુક્ષિમાં પુત્ર પણે ઉત્પન્ન થયા.તે વખતે માતાને વ્રત પાળવાની ઈચ્છા થઇ.પુત્ર જન્મ વખતે બાળકના નાલને છેદીને ભૂમિમાં દાટતાં નીધાન (ધન) નીકળ્યું,તેનાથી પુત્રનો મોટો જન્મોત્સવ કર્યો.ગર્ભવાસ દરમિયાન માતાને વ્રત પાળવાની ઈચ્છા થઇ તેથી બાળક નું નામ સુવ્રત પડ્યું.સુવ્રત આઠ વરસ નો થયો એટલે ઉત્સવપૂર્વક તેને નિશાળે (સ્કુલે) ભણવા મુક્યો.ત્યાં તે સઘળી કલાઓ શીખ્યો.અનુક્રમે યુવાવસ્થા માં આવ્યો ત્યારે પિતાએ ૧૧ સુંદર કન્યાઓ પરણાવી.તેમની સાથે વિષય સુખ ભોગવતો તે કાળ પસાર કરતો હતો.સમુદ્ર શેઠે પુત્રની યોગ્યતા જોઈને તેને ઘરનો ભાર સોપ્યો અને પોતે સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મ કાર્યમાં સાવધાન થયા.અને અનસન કરી મરણ પામી દેવલોકમાં ગયાં.ત્યાર પછી સુવ્રત શેઠ અગિયાર કરોડ ધન ના માલિક થયાં.

એક વખત તે નગરના ઉદ્યાનમાં શીલ સુંદર નામે ચાર જ્ઞાનના આચાર્ય પધાર્યા.વન પાલકે વધામણી આપવાથી રાજા પરિવાર સાથે ગુરુને વાંદવા આવ્યો.તે વખતે સુવ્રતશેઠ પણ ગુરુને વાંદવ આવ્યા. આચાર્યશ્રીએ સભા આગળ ધર્મોપદેશ આપ્યો. તેમાં મૌન એકાદશીનું મહાત્ય્મ જણાવ્યું.મૌન એકાદશીના તપની હકીકત સાંભળી સુવ્રત શેઠને તેનો વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું.પોતે પૂર્વભવમાં આ આરાધના કરી તેથી દેવ બન્યા અને આ ભવમાં આવ્યા.પોતાનો પૂર્વભવ જાણી સુવ્રતશેઠ ઉભા થયા અને બે હાથ જોડી ગુરૂ મહારાજને વિનંતી કરી કહ્યું કે મારે અંગીકાર કરવા જેવો યોગ્ય ધર્મ બતાવો.

તે વખતે ગુરુએ સુવ્રતશેઠનો પૂર્વભવ વર્ણવીને કહ્યું કે તમે પૂર્વભવમાં મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું તેથી આ ભવમાં ઋદ્ધિ પામ્યા છો,અને હવે પણ તે તપ-વ્રત કરો.જેથી મોક્ષના સુખ પણ મળશે. શેઠે ભાવપૂર્વક મૌન એકાદશીનું વ્રત પોતાના કુટુંબ સાથે ગ્રહણ કર્યું.દર મૌન અગિયારસે શેઠ ઉપવાસમાં મૌન રહે છે એવું જાણવાથી ચોર લોકો તે દિવસે શેઠને ઘરે ચોરી કરવા આવ્યા.ચોરોને જોવા છતાં શેઠ મૌન જ રહ્યા,અને ધર્મધ્યાન માં નિશ્ચલ રહ્યા.ચોરો ધન લઈને ચાલવા લાગ્યાં ત્યાંજ શાસન દેવીએ ચોરોને થંભાવી દીધા,તેથી તેઓ ત્યાંથી ખસી શક્યા નહી.સવારે શેઠે ચોરોને એવીજ અવસ્થામાં ઉભેલા જોયા.પરંપરાએ આ વાત રાજા પાસે ગઈ એટલે રાજાએ ચોરોને પકડવા સુભટો ને મોકલ્યા.સુભટો ચોરોને મારે નહી એવો દયાભાવ મનમાં થવાથી તેમના તપના પ્રભાવે સુભટો પણ થંભી ગયાં.આ વાત જાણી રાજા પોતે ત્યાં આવ્યા.શેઠે રાજાનો આદર સત્કાર કર્યો.શેઠે નમીને ચોરોને અભયદાન અપાવ્યું.શેઠની ઈચ્છા જાણી શાસનદેવે ચોરો તથા સુભટોને મુક્ત કર્યા.આથી શાસન નો મહિમા વધ્યો.

એક વાર મૌન એકાદશી ને દિવસે નગરમાં આગ લાગી તે આગ નગરમાં ફેલાતી ફેલાતી શેઠના ઘર સુધી આવી લોકો એ શેઠને અને તેમના પરિવારને બહાર નીકળી જવા જણાવ્યું પણ પૌષધમાં રહલા સર્વ કાઉસગ્ગ ધ્યાન માં લીન થયા તેમનું ઘર,વખાર દુકાનો વગેરે સઘળું બચી ગયું.તે શિવાય આખું નગર બળી ગયું.શેઠની સંપત્તિ અખંડ રહેલી જોઇને સર્વે લોકો આશ્ચર્ય પામ્યા,જૈન ધર્મનો પ્રભાવ નજરે જોતા ધર્મનો જયજયકાર કરવા લાગ્યાં.તપ પૂરો થયો એટલે શેઠે મોટું ઉજમણું કર્યું.અને ધર્મના અનેક કાર્યો કર્યા.

સમય જતાં શેઠે ગુણસુંદર નામના આચાર્ય ભગવંત પાસે દિક્ષા લીધી.તેમની અગિયાર પત્નીઓ એ પણ તેમની સાથે દિક્ષા લીધી.એકવાર મૌન એકાદશીના દિવસે સુવ્રત મુની કાઉસગ્ગ માં રહ્યા હતા,તે વખત કોઈ મિથ્યાત્વી દેવે તેમની પરિક્ષા કરવા બીજા સાધુ ના શરીર માં પ્રવેશ કરી સુવ્રતમુની ને ઓઘો માર્યો.તે વખતે સુવ્રત મુનિ એ ક્રોધ ન કરતાં ક્ષમા પૂર્વક વિચારણા કરતા શુક્લ ધ્યાનમાં ચઢી ઘાતી કર્મનો ક્ષય કરી કેવલ જ્ઞાન પામ્યા.દેવોએ મોટો ઉત્સવ કર્યો.

સુવ્રતકેવલી અનેક જીવોને ધર્મ પમાડી છેવટે અનસન કરી મોક્ષે ગયાં.
આ પ્રમાણે શ્રી નેમિનાથ ભગવાને શ્રી કૃષ્ણ વાસુદેવને મૌનઅગિયારસ નો મહિમા કહ્યો.
કથા વાંચનાર ભવ્ય જીવો તમે પણ આ તપના આરાધક બનો........

નોધ :- આ કથા શ્રી વીતરાગ પરમાત્મા મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને કહી હતી.આચાર્ય ભગવંતોએ સવાલાખ શ્ર્લોકમાં ગુંથી હતી.તેમાંથી સારરૂપ આ કથા છે.

શ્રી મૌન એકાદશી નું ગણણું.... (Maun-ekadashi)

૧૫૦ (દોઢસો)તીર્થંકર ભગવંતના કલ્યાણ
(દરેક ભગવાનના નામ આગળ ॐ હ્રીમ ... જોડવું.)

1 - જંબુદ્વીપે ભરતે અતીત ચોવીશી.
શ્રી મહાયશ: સર્વજ્ઞાય નમઃ -4
શ્રી સર્વાનુ ભૂતિઅર્હતે નમઃ -6
શ્રી સર્વાનુ ભૂતિનાથાય નમઃ -6
શ્રી સર્વાનુ ભૂતિ સર્વજ્ઞાય નમઃ -6
શ્રી શ્રી ધરનાથય નમઃ -7

2 - જંબુદ્વીપે ભરતે વર્તમાન ચોવીશી.
શ્રી નમિનાથ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી મલ્લિનાથ અર્હતે નમઃ -19
શ્રી મલ્લિનાથ નાથાય નમઃ-19
શ્રી મલ્લિનાથ સર્વજ્ઞાય નમઃ -19
શ્રી અરનાથ નાથાય નમઃ - 18

3-જંબુદ્વીપે ભરતે અનાગત ચોવીશી.
શ્રી સ્વયંપ્રભ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી દેવશ્રુત અર્હતે નમઃ -6
શ્રી દેવશ્રુત નાથાય નમઃ -6
શ્રી દેવશ્રુત સર્વજ્ઞાય નમઃ-6
શ્રી ઉદયનાથ નાથાય નમઃ-

4-ઘાતકીખંડે પૂર્વ ભરતે અતીત ચોવીશી.
શ્રી અકલંક સર્વજ્ઞાય નમઃ-4
શ્રી શુભંકરનાથ અર્હતે નમઃ -6
શ્રી શુભંકરનાથ નાથાય નમઃ -6
શ્રી શુભંકરનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી સપ્તનાથ નાથાય નમઃ-7

5-ઘાતકીખંડે પૂર્વ ભરતે વર્તમાન ચોવીશી.
શ્રી બ્રહ્મેન્દ્રનાથ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી ગુણનાથ અર્હતે નમઃ 19
શ્રી ગુણનાથ નાથાય નમઃ -19
શ્રી ગુણનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી ગાંગિકનાથ નાથાય નમઃ -18

6-ઘાતકીખંડે પૂર્વ ભરતે અનાગત ચોવીશી.
શ્રી સાંપ્રત સર્વજ્ઞાય નમઃ-4
શ્રી મુનિનાથ અર્હતે નમઃ-6
શ્રી મુનિનાથ નાથાય નમઃ-6
શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી વિશિષ્ટનાથ નાથાય નમઃ -7

7-પુષ્કરવરદ્વીપે પૂર્વ ભરતે અતીત ચોવીશી.
શ્રી સુમૃદુનાથ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી વ્યક્તનાથ અર્હતે નમઃ-6
શ્રી વ્યક્તનાથ નાથાય નમઃ -6
શ્રી વ્યક્તનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી કલાશતનાથ નાથાય નમઃ-7

8-પુષ્કરવરદ્વીપે પૂર્વ ભરતે વર્તમાન ચોવીશી.
શ્રી અરણ્યવાસ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી યોગનાથ અર્હતે નમઃ-19
શ્રી યોગનાથ નાથાય નમઃ-19
શ્રી યોગનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી અયોગનાથ નાથાય નમઃ-18

9-પુષ્કરવરદ્વીપે પૂર્વ ભરતે અનાગત ચોવીશી.
શ્રી પરમ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી શુદ્ધાર્તિનાથ અર્હતે નમઃ-6
શ્રી શુદ્ધાર્તિનાથ નાથાય નમઃ-6
શ્રી શુદ્ધાર્તિનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી નિઃકેશનાથાય નમઃ-7

10-ઘાતકીખંડે પશ્ચિમ ભરતે અતીત ચોવીશી.
શ્રી સર્વાર્થ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી હરિભદ્ર અર્હતે નમઃ-19
શ્રી હરિભદ્ર નાથાય નમઃ-19
શ્રી હરિભદ્ર સર્વજ્ઞાય નમઃ-19
શ્રી મગધાધિપ નાથાય નમઃ-18

11-ઘાતકીખંડે પશ્ચિમ ભરતે વર્તમાન ચોવીશી
શ્રી પ્રયચ્છ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી અક્ષોભનાથ અર્હતે નમઃ-19
શ્રી અક્ષોભનાથ નાથાય નમઃ-19
શ્રી અક્ષોભનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી મલયસિંહ નાથાય નમઃ-18

12-ઘાતકીખંડે પશ્ચિમ ભરતે અનાગત ચોવીશી.
શ્રી દિનઋક સર્વજ્ઞાય નમઃ-4
શ્રી ધનદનાથ અર્હતે નમઃ-6
શ્રી ધનદનાથ નાથાય નમઃ-6
શ્રી ધનદનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી પૌષધનાથ નાથાય નમઃ7

13-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ભરતે અતીત ચોવીશી.
શ્રી પ્રલંબ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી ચરિત્રનિધિ અર્હતે નમઃ-6
શ્રી ચરિત્રનિધિ નાથાય નમઃ-6
શ્રી ચરિત્રનિધિ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી પ્રશમરાજિતનાથાય નમઃ-7

14-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ભરતે વર્તમાન ચોવીશી.
શ્રી સ્વામિ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી વિપરિતનાથ અર્હતે નમઃ-19
શ્રી વિપરિતનાથ નાથાય નમઃ-19
શ્રી વિપરિતનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી પ્રસાદનાથ નાથાય નમઃ-18

15-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ભરતે અનાગત ચોવીશી.
શ્રી અઘટિતનાથ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી ભ્રમણેન્દ્રનાથ અર્હતે નમઃ-6
શ્રી ભ્રમણેન્દ્રનાથ નાથાય નમઃ-6
શ્રી ભ્રમણેન્દ્રનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી ઋષભચંદ્ર નાથાય નમઃ7

16-જંબુદ્વીપે ઐરાવતે અતીત ચોવીશી.
શ્રી દયાંત સર્વજ્ઞાય નમઃ-21
શ્રી અભિનંદનનાથ અર્હતે નમઃ-19
શ્રી અભિનંદન નાથ નાથાય નમઃ-19
શ્રી અભિનંદનનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી રત્નેશ નાથ નાથાય નમઃ-18

17-જંબુદ્વીપે ઐરાવતે વર્તમાન ચોવીશી.
શ્રી શ્યામકોષ્ટ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી મરુદેવનાથ અર્હતે નમઃ-19
શ્રી મરુદેવનાથ નાથાય નમઃ-19
શ્રી મરુદેવનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી અતિ પાર્શ્વનાથ નાથાય નમઃ-18

18-જંબુદ્વીપે ઐરાવતે અનાગત ચોવીશી.
શ્રી નંદિષેણ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી વ્રતધરનાથ અર્હતે નમઃ-6
શ્રી વ્રતધરનાથ નાથાય નમઃ-6
શ્રી વ્રતધરનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી નિર્વાણનાથ નાથાય નમઃ-7

19-ઘાતકીખંડેપૂર્વે ઐરાવતે ભરતે અતીત ચોવીશી.
શ્રી સૌન્દર્યનાથ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી ત્રિવિક્રમનાથ અર્હતે નમઃ-6
શ્રી ત્રિવિક્રમનાથ નાથાય નમઃ-6
શ્રી ત્રિવિક્રમનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી નરસિંહનાથ નાથાય નમઃ-7

20-ઘાતકીખંડે પૂર્વે ઐરાવતે ભરતે વર્તમાન ચોવીશી.
શ્રી ક્ષેમંત સર્વજ્ઞાય નમઃ-21
શ્રી સંતોષિતનાથ અર્હતે નમઃ-19
શ્રી સંતોષિતનાથ નાથાય નમઃ-19
શ્રી સંતોષિતનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી કામનાથ નાથાય નમઃ-18

21-ઘાતકીખંડેપૂર્વે ઐરાવતે ભરતે અનાગત ચોવીશી.
શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી ચંદ્રદાહ અર્હતે નમઃ-6
શ્રી ચંદ્રદાહ નાથાય નમઃ-6
શ્રી ચંદ્રદાહ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી દિલાદિત્ય નાથાય નમઃ-7

22-પુષ્કરાદ્વે પૂર્વે ઐરાવતે અતીત ચોવીશી.
શ્રી અષ્ટાહિક સર્વજ્ઞાય નમઃ-21
શ્રી વણિકનાથ અર્હતે નમઃ-19
શ્રી વણિકનાથ નાથાય નમઃ-19
શ્રી વણિકનાથ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી ઉદયજ્ઞાન નાથાય નમઃ-18

23-પુષ્કરાદ્વે પૂર્વે ઐરાવતે વર્તમાન ચોવીશી.
શ્રી તમોકંદ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી સાયકાક્ષ અર્હતે નમઃ-19
શ્રી સાયકાક્ષ નાથાય નમઃ-19
શ્રી સાયકાક્ષ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી ક્ષેમંતનાથ નાથાય નમઃ-18

24-પુષ્કરાદ્વે પૂર્વે ઐરાવતે અનાગત ચોવીશી.
શ્રી નિર્વાણિક સર્વજ્ઞાય નમઃ-4
શ્રી રવિરાજ અર્હતે નમઃ-6
શ્રી રવિરાજ નાથાય નમઃ-6
શ્રી રવિરાજ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી પ્રથમનાથ નાથાય નમઃ-7

25-ઘાતકીખંડે પશ્ચિમ ઐરાવતે ભરતે અતીત ચોવીશી.
શ્રી પુરુરવા સર્વજ્ઞાય નમઃ-4
શ્રી અવબોધ અર્હતે નમઃ-6
શ્રી અવબોધ નાથાય નમઃ-6
શ્રી અવબોધ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી વિક્રમેન્દ્ર નાથાય નમઃ-7

26-ઘાતકીખંડે પશ્ચિમ ઐરાવતે ભરતે વર્તમાન ચોવીશી.
શ્રી સુશાંતિ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી હરદેવ અર્હતે નમઃ-19
શ્રી હરદેવ નાથાય નમઃ-19
શ્રી હરદેવ સર્વજ્ઞાય નમઃ-19
શ્રી નંદિકેશ નાથાય નમઃ-18

27-ઘાતકીખંડે પશ્ચિમ ઐરાવતે ભરતે અનાગત ચોવીશી.
શ્રી મહામૃગેન્દ્ર સર્વજ્ઞાય નમઃ-4
શ્રી અશોચિત અર્હતે નમઃ-6
શ્રી અશોચિત નાથાય નમઃ6
શ્રી અશોચિત સર્વજ્ઞાય નમઃ-6
શ્રી ધર્મેન્દ્રનાથ નાથાય નમઃ-7

28-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ઐરાવતે અતીત ચોવીશી.
શ્રી અશ્વવૃંદ સર્વજ્ઞાય નમઃ-4
શ્રી કુટિલક અર્હતે નમઃ-6
શ્રી કુટિલક નાથાય નમઃ-6
શ્રી કુટિલક સર્વજ્ઞાય નમઃ-6
શ્રી વર્દ્ધમાન નાથાય નમઃ-7

29-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ઐરાવતે વર્તમાન ચોવીશી.
શ્રી નંદિકેશ સર્વજ્ઞાય નમઃ-21
શ્રી ધર્મચંદ્ર અર્હતે નમઃ-19
શ્રી ધર્મચંદ્ર નાથાય નમઃ-19
શ્રી ધર્મચંદ્ર સર્વજ્ઞાય નમઃ-19
શ્રી વિવેકનાથ નાથાય નમઃ-18

30-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ઐરાવતે અનાગત ચોવીશી.
શ્રી કલાપક સર્વજ્ઞાય નમઃ-4
શ્રી વિશોમનાથ અર્હતે નમઃ-6
શ્રી વિશોમનાથ નાથાય નમઃ-6
શ્રી વિશોમનાથ સર્વજ્ઞાય નમઃ-6
શ્રી અરણ્યનાથ નાથાય નમઃ-7
@inesh shah



If you like this post, select like at the bottom.
If you agree or do not agree - comment your opinion

No comments:

Post a Comment

Thank you for your comments

Upcoming Events

Vaishakh Sud - 6 (16-May-2013) Palitana - Matajini Pun: Pratishtha Din - Havan

Read before you scroll down

Before criticizing a person, walk a mile in his shoes

Followers