ભોજન કેવું કરવું ?
એમ સાંભળવા મળે છે કે એકવાર આયુર્વેદશાસ્ત્રના જ્ઞાતા ચરકમુનિ બેઠા હતા ત્યારે એક દૈવી ઘુવડ આવ્યું. ઋષિએ સવાલ કર્યો, ”કો રુક્ ? ” નિરોગી કોણ ? ઘુવડે જવાબ આપ્યો કે “ હિતભુક્ “ . જે પોતાના શરીરને હિતકારી (માફક) ભોજન કરે છે તે નિરોગી રહે છે.
એમ સાંભળવા મળે છે કે એકવાર આયુર્વેદશાસ્ત્રના જ્ઞાતા ચરકમુનિ બેઠા હતા ત્યારે એક દૈવી ઘુવડ આવ્યું. ઋષિએ સવાલ કર્યો, ”કો રુક્ ? ” નિરોગી કોણ ? ઘુવડે જવાબ આપ્યો કે “ હિતભુક્ “ . જે પોતાના શરીરને હિતકારી (માફક) ભોજન કરે છે તે નિરોગી રહે છે.
ફરી સવાલ પૂછ્યો, ” કો રુક્ ? ” નિરોગી કોણ ? જવાબ આપ્યો “ મિતભુક્ ” હિતકારી ભોજન પણ જે પરિમિત (માપસરનું) કરે છે, તે નિરોગી રહે છે.
ત્રીજીવાર તે જ સવાલ પૂછ્યો, ” કો રુક્ ? ” કોણ નિરોગી ? આ વખતે જવાબ મળ્યો કે ‘ અશાકભુક્ ’ જે શાક ( લીલી વનસ્પતી વ.) સિવાયનું કઠોળ આદિ ભોજન કરે છે તે નિરોગી છે !
અહીં આપણે કેવા પ્રકારનું ભોજન કરવું ? તેની વિચારણા કરવી છે. આયુર્વેદ કહે છે કે પોતાના શરીરને માફક આવે તેવું ભોજન કરાય. દરેક વ્યક્તિએ પોતાની પ્રકૃતિ ઓળખી લેવી જોઈએ. પછી તેને અનુસાર પોતાના ભોજનના દ્રવ્યો નક્કી કરવા જોઈએ.
વાયુ-પિત્ત અને કફ, આ ત્રણ શરીરની પ્રકૃતિ છે,જ્યારે આ ત્રણ વિષમ થાય છે ત્યારે રોગ પેદા થાય છે. તે જ્યારે સમપ્રમાણ થાય છે ત્યારે શરીર નિરોગી થાય છે .
જો પોતાની પ્રકૃતિ વાયુની હોય તો ઘી વધારે લેવું પડે.વાયુ મિત્ર સમાન છે,મિત્રને તો ઘી જ ખવડાવાય ને ?
પણ જો પોતાની પ્રકૃતિ પિત્તની હોય તો ગળપણવાળી મીઠાઈ વગેરે વિશેષ પ્રમાણમાં લેવી પડે. પિત્ત જમાઈ જેવો છે .તેને તો મિષ્ટાન્ન જ ધરવા પડે ને ?
અને જો કફની પ્રકૃતિ હોય તો ખારા-તીખા પદાર્થો આપવા પડે,કફ દુશ્મન જેવો છે.તેને કાંઈ ઘી કે ગળપણ થોડા અપાય?
તે જ રીતે જે દ્રવ્યો એકબીજાથી વિરુદ્ધ હોય તે દ્રવ્યો પણ ન ખવાય .દૂધ અને દહીં પરસ્પર વિરોધી કહેવાય .તે જ રીતે દૂધની સાથે દાળ,ગોળ કે કઠોળ પણ વિરોધી કહેવાય. માટે તો આપણા ત્યાં પૂર્વે તપશ્ચર્યાના પારણામાં રાબ-મગ-સુંઠ-પીપરામૂળની ગોળી અપાતી ,પણ દૂધ પીવાતું નહિ. તે જ રીતે દૂધમાં ફ્રુટ નાંખીને (ફ્રુટસલાડ વગેરે) ખાવું તે પણ શરીર માટે વિરુદ્ધ છે. તેવા વિરુદ્ધ દ્રવ્યોનું સેવન કરવાથી ચામડીનાં રોગો (ખંજવાળ,ઘાઘર વગેરે ) થાય છે.
જેમ વિરુદ્ધ દ્રવ્યોનું સેવન શરીરના આરોગ્યને માફક નથી તેમ રાત્રે થતું ભોજન પણ શરીરને માફક નથી. ધર્મદ્રષ્ટિએ તો રાત્રિભોજનનો નિષેધ છે જ, પણ શરીરના આરોગ્યની દ્રષ્ટિએ વિચારીએ તો પણ રાત્રિભોજન કદાપિ થઈ શકે નહિ.
સૂર્યાસ્ત થઈ જવાથી, શરીરમાં રહેલો જઠરાગ્નિ ઠરી જાય છે .તે સમયે પેટમાં જે ભોજન નાખવામાં આવે છે. તે પાચન થઈ શકતું નથી, પરિણામે અનેક પ્રકારનાં પેટના રોગો થઈ જાય છે. માટે કદી પણ રાત્રિભોજન કરી શકાય નહિ .
આયુર્વેદશાસ્ત્રમાં કહ્યું છે કે ,
શરીરમાં બે કમળો છે (1)હ્રદયકમળ અને (2)નાભિકમળ .
સૂર્ય અસ્ત થવાથી તે બંને કમળો સંકોચાઈ જાય છે .તે કારણથી તથા સૂક્ષ્મ જીવો ખાવામાં આવી જાય છે તે કારણથી પણ રાત્રી ભોજન કરવું જોઈએ નહિ.
@inesh shah
If you like this post, select like at the bottom.
If you agree or do not agree - comment your opinion
No comments:
Post a Comment
Thank you for your comments